NEWS
November 24, 2017
PM મોદીએ લોંચ કરી ઉમંગ એપ, હવે ઘરે બેઠા થશે પાસપોર્ટ, પાન અને આધાર કાર્ડની અરજી
PM મોદીએ લોંચ કરી ઉમંગ એપ, હવે ઘરે બેઠા થશે પાસપોર્ટ, પાન અને આધાર કાર્ડની અરજી
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સાઈબર ક્રાઈમ સુરક્ષાને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરતા ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે સંતુલનને જરૂરી ગણાવ્યું. મોદીએ સાઈબર સુરક્ષા પર આયોજીત પાંચમાં વૈશ્વિવિક સંમ્મેલનના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું, સાઈબર હુમલાઓ પ્રજાતાંત્રિક દુનિયા માટે આજે મોટો ખતરો છે. તેમણે કહ્યું સાઈબર સુરક્ષા આપણી જીવન શૈલીનો ભાગ હોવો જોઈએ. આપણે ગોપનીયતા અને પારદર્શિતા તથા ડિજીટલ અને સુરક્ષા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ.
આ તકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઉમંગ મોબાઈલ એપ લોંચ કરી. જેના માધ્યમથી લોકો કેંદ્ર તથા રાજ્ય સરકારોની સેવાઓનો લાભ ઉઠાવી શકશે. આ સંમ્મેલનમાં મંત્રી રવિશંકર પ્રસાદ અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંધે પણ સંબોધન કર્યું. આ સંમ્મેલનમાં 120 કરતા વધારે દેશોના પ્રતિનિધિનો ભાગ લઈ રહ્યા છે જે શુક્રવાર સુધી ચાલશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ઉમંગ ની સેવાઓ શરૂ કર્યા બાદ આઈટી મંત્રીલયે કહ્યું લગભગ તમામ પ્રકારની સરકારી સેવાઓ સુધી પહોંચવા માટે આ એક નવો દરવાજો છે. જેમાં મહિલા સુરક્ષા, ઈ-જિલ્લા, પાસપોર્ટ સેવાઓ સામેલ છે. આ સેવાઓ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.