દુનિયાનો સૌથી પાવરફૂલ ફોન છે iPhone X, પહેલીવાર મળશે આ ફિચર્સ
એપલે આઇફોન (iPhone) ના ત્રણ નવા મૉડલ iPhone 8, iPhone 8 Plus અને iPhone X લૉન્ચ કરી દીધા છે. આ ત્રણેય હેન્ડસેટને કેલિફોર્નિયા (યુએસ)ના કૂપર્ટીનો શહેર સ્થિત એપલ હેડક્વાર્ટરના સ્ટીવ જૉબ્સ થિએટરમાં લૉન્ચ કરવામાં આવ્યા. આ વખતે કંપનીનું ફ્લેગશિપ મૉડલ iPhone X છે. જે કેટલાય એવા ફિચર્સ સાથે આવશે, જે સ્માર્ટફોનમાં પહેલીવાર આપવામાં આવી રહ્યાં છે. જેમ કે યૂઝરના ફેસ રિકૉગ્નશન મળશે, આ ફિચરની મદદથી ફોન યૂઝરના ચહેરાને જોઇને લૉક અને અનલૉક થઇ જશે.
અત્યાર સુધીનો સૌથી મોંઘો iPhone :
એપલે આ વખતે આઇફોનના ત્રણ મૉડલ iPhone 8, iPhone 8 Plus અને iPhone X લૉન્ચ કર્યા છે, જેમાં iPhone X સૌથી મોંઘુ મૉડલ છે. iPhone 8ના 64GB વેરિએન્ટની કિંમત 699 ડૉલર, iPhone 8 Plusના 64GB વેરિએન્ટની કિંમત 799 ડૉલર છે, જ્યારે iPhone X ના 64GB વેરિએન્ટની કિંમત 999 ડૉલર હશે.
ટિમ કૂકે આ કહ્યું
લૉન્ચિંગ ઇવેન્ટ શરૂ થવાના એક કલાક પહેલા એપલ CEO ટિમ કૂકે ટ્વીટ કરી કહ્યું, "આ એપલ માટે મોટો દિવસ છે, આજે સવારે સ્ટીવ જૉબ્સ થિએટરનું ઓપનિંગ થવા જઇ રહ્યું છે, જેને લઇને અમે ખુબ આનંદીત છીએ."
સ્ટીવ જૉબ્સ થિએટરનું થયું ઓપનિંગ
આ પહેલો પ્રસંગ છે જ્યારે આઇફોનને એપલ સ્પેસશિપ જેવા દેખાતા હેડક્વાર્ટર સ્થિત સ્ટીવ જૉબ્સ થિએટરમાં લૉન્ચ કરવામાં આવ્યો. આ થિએટરમાં 1000 લોકો બેસી શકે છે. iPhone ના નવા હેન્ડસેટના લૉન્ચિંગની સાથે થિએટરનું ઓપનિંગ પણ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ આખા એપલ પાર્કની અંદર 13000 એમ્પ્લૉઇ એકસાથે કામ કરી શકે છે. આ હેડક્વાર્ટરમાં લગભગ 161 મિલિયન ડૉલરનો ખર્ચ થયો છે.
પહેલીવાર 3 મૉડલ કર્યા લૉન્ચ
એપલે આ વખતે પહેલીવાર iPhone 8, iPhone 8 Plus અને iPhone X ને લૉન્ચ કર્યા છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે કંપનીએ એકસાથે 3 મૉડલ લૉન્ચ કર્યા છે. આ પહેલા કંપનીએ 2 મૉડલ લૉન્ચ કરવાની શરૂઆત સપ્ટેમ્બર, 2013માં iPhone 5S અને iPhone 5C થી કરી હતી. જોકે માર્ચ 2016 માં કંપનીએ એક વર્ષમાં 3 વેરિએન્ટ iPhone 6s, iPhone 6s Plus અને iPhone SEને લૉન્ચ કર્યા હતા. આ બધા જુદાજુદા મહિનામાં લૉન્ચ કર્યા હતા.
No comments:
Post a Comment