Airtel એ બહાર પાડ્યો તેનો ધાંસૂ નવો પ્લાન, 70 દિવસ સુધી મળશે આટલા ડેટા ફ્રી
દિગ્ગજ ટેલીકોમ કંપની એરટેલ જીઓ સાથેની હરીફાઈમાં એડી-ચોટીનો જોર લગાવી રહી છે. આ વખતે એરટેલે જીઓના 399 વાળા પ્લાનને ટક્કર અપવા માટે એક નવો પ્લાન બહાર પડ્યો છે. આ પ્લાન 448 રૂપિયાનો છે.
એરટેલ જીઓ સાથે હમેંશા હરીફાઈમાં જોડે હોય છે, પછી વાત ભલે સસ્તા મોબાઈલની હોય કે ટેરીફ પ્લાનની હોય. તેમ છતાં જીઓ કરતા એરટેલ સૌથી વધારે ટેરીફ પ્લાન્સ લોન્ચ કરતુ રહે છે. 448 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો ગ્રાહકોને આ પ્લાનમાં લોકલ અને નેશનલ બન્નેમાં કોઈપણ નેટવર્કમાં અનલીમીટેડ કોલ આપવામાં આવ્યું છે. તેની સાથે પ્રતિદિવસ 1GB ડેટા અને 100 SMS પણ આપવામાં આવ્યા છે. આ પ્લાનની વેલેડિટી 70 દિવસોની રાખવામાં આવી છે.
ખાસ વાત એ છે કે પ્લાન બધા હેડસેટ વપરાશકર્તા માટે છે. જેમ કે હમણાં આવેલા થોડા પ્લાન 4G સ્માર્ટફોન ગ્રાહકો માટે જ કરવામાં આવ્યું હતું. આ પ્લાન જોડે એવી કોઈ સમસ્યા નથી. આ પ્લાનમાં આપવામાં આવેલ કોલિંગ પ્રતીદીવસે 300 મિનીટ અને દરઅઠવાડીએ 1200 મિનીટની લીમીટ સાથે રાખેલી છે.
આ પ્લાન હમણાં પસંદીદાર ગ્રાહકો માટે બહાર પાડવામાં આવ્યો છે. આ પ્લાન કરાવતા પહેલા તમારા નંબર પર આ પ્લાન છે કે નહિ તે ચેક કરાવી લેજો
Werkt niceNsite i like it
ReplyDelete