ભારતમાં નાણાંકીય લેવડ-દેવડ માટે પરંપરાગત રીતે રોકડ પર લોકોની નિર્ભરતા અને વિશ્વસનીયતા રહેલી છે. ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધવા માટે ભારતમાં હજી ઘણાં પ્રયત્નો થવાના બાકી છે. ડિજિટલ પેમેન્ટમાં ચાર્જની ચુકવણીથી લઈને ઈન્ટરનેટની કનેક્ટિવિટી અને સાઈબર ક્રાઈમ સુધીના ઘણાં મામલે લોકોમાં આશંકાઓ પ્રવર્તી રહી છે. તેથી આના માટે માળખાગત જરૂરિયાતો પુરી કરવાની સાથે લોકોમાં ડિજિટલ પેમેન્ટ્સ પ્રત્યે વિશ્વસનીયતા વધારવાની કોશિશો કરવી જરૂરી છે.
ડિજિટલ માધ્યમોની લેવડ-દેવડમાં ઘણી મુશ્કેલીઓ છે. ઉદાહરણ તરીકે કાર્ડથી ચુકવણીમાં 0.25 ટકાથી ત્રણ ટકા અથવા તેનાથી વધારે ટ્રાન્સક્શન ચાર્જ ચુકવવો પડે છે. કાર્ડના ઉપયોગ પર ક્લોનિંગનું જોખમ અને દેશના ઘણાં વિસ્તારોમાં નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને કારણે ડિજીટલ માધ્યમોથી લેવડ દેવડમાં મુશ્કેલીઓ પડી રહી છે.
આમ તો બેંકોનું કહેવું છે કે, તેઓ ડિજિટલ માધ્યમોની લેવડ-દેવડને પ્રોત્સાહિત કરવા માટે ઘણાં પગલા ઉઠાવી રહ્યા છે અને આગળ પણ તેના સારા પરિણામો જોવા મળશે. બીજી તરફ સરકારની કોશિશ છે કે, કાર્ડ પર ટ્રાન્સક્શન ફી ઓછી થાય. તેના માટે રિઝર્વ બેંકને મોકલેલી પ્રતિક્રિયામાં આના માટે તરફદારી પણ કરી છે.
No comments:
Post a Comment